CDS બિપિન રાવતે ચીન સાથેના તણાવ અને PAKના ઈસ્લામિક આતંકવાદ પર આપ્યું મોટું નિવેદન 

નેશનલ ડિફેન્સ કોલેજના વેબિનારને સંબોધન કરતા જનરલ રાવતે કહ્યું કે છેલ્લા 30 વર્ષમાં પાકિસ્તાન આર્મી અને ISIએ સતત જમ્મુ કાશ્મીરમાં આતંક ફેલાવી રાખ્યો છે. આ એક એવો પડોશી છે જેને ક્યારેય સુધારી શકાશે નહીં

CDS બિપિન રાવતે ચીન સાથેના તણાવ અને PAKના ઈસ્લામિક આતંકવાદ પર આપ્યું મોટું નિવેદન 

નવી દિલ્હી: લદાખ (Ladakh) માં ભારત-ચીન (India-China) વચ્ચે છેલ્લા 7 મહિનાથી ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે આજે ચુશુલમાં કોર કમાન્ડર સ્તરની 8મી બેઠક ચાલુ છે. આ બધા વચ્ચે ભારતે ચીનને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે તે LAC પર કોઈ પણ પ્રકારની છેડછાડ સહન નહીં કરે. જો ચીને કોઈ પણ ચાલાકી કરવાની કોશિશ કરી તો ભારત પોતાની જમીનની રક્ષા માટે ગમે તે પગલું ભરવામાં સંકોચ નહીં કરે. 

ચીનને ભારતના જવાબનો અંદાજો નથી-જનરલ રાવત
CDS જનરલ બિપિન રાવતે (Bipin Rawat) કહ્યું કે LAC પર તણાવ સતત યથાવત છે. બંને દેશોની સેનાઓ તણાવ ઘટાડવા માટે લગાતાર વાતચીત કરી રહી છે. અમને ડિફેન્સ ડિપ્લોમસીનું મહત્વ ખબર છે. આથી અમે મિલેટ્રી ડિપ્લોમસી સારી રીતે કરી છે. તેમણે કહ્યું કે ચીનને ભારતના જવાબનો અંદાજો નથી. જો ચીનની સેનાએ લદાખમાં કોઈ પણ પ્રકારનું દુસ્સાહસ કરવાની કોશિશ કરી તો તેને ભારતીય સેના જડબાતોડ જવાબ આપવામાં પાછળ નહીં હટે. 

— ANI (@ANI) November 6, 2020

LAC પર કોઈ પણ ફેરફાર મંજૂર નથી
જનરલ બિપિન રાવતે સ્પષ્ટપણે કહ્યું કે LAC પર કોઈ પણ પ્રકારના ફેરફાર મંજૂર નથી. ચીનની સેનાએ 5 એપ્રિલ પહેલાની પોઝિશન પર પાછા જવું જ પડશે. એનાથી ઓછું કશું જ મંજૂર નથી. તેમણે કહ્યું કે હાલાત પર અમારી બાજ નજર છે. દેશની સેનાઓને ઘાતક બનાવવા માટે તેમના જોઈન્ટનેસનું કામ સતત ચાલુ છે. તેમનો વિભાગ દેશની પહેલી Martime Theatre Command અને Air Defence Command બનાવવાની દિશામાં સતત આગળ આગળ વધી રહ્યો છે. 

ભવિષ્યમાં સોશિયલ મીડિયા ઉપર પણ લડવું પડશે યુદ્ધ
તેમણે કહ્યું કે ભવિષ્યમાં દેશે એક યુદ્ધ સોશિયલ મીડિયા ઉપર પણ લડવું પડશે. આ એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ હશે જેમાં બીજા દેશ પર મનોવૈજ્ઞાનિક રીતે હુમલો કરવાની કોશિશ હશે. આ યુદ્ધની કેટલીક ઝલક આપણે હાલના દિવસોમાં જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે આવનારા વર્ષોમાં આપણી ડિફન્સ ઈન્ડસ્ટ્રી મજબૂત થશે. તેનાથી દેશની રક્ષા શક્તિ ખુબ મજબૂત થશે અને સેનાઓને પણ અત્યાધુનિક હથિયારો સતત મળતા રહેશે. 

— ANI (@ANI) November 6, 2020

પાકિસ્તાન ક્યારેય ન સુધરનારો પડોશી
નેશનલ ડિફેન્સ કોલેજના વેબિનારને સંબોધન કરતા જનરલ રાવતે કહ્યું કે છેલ્લા 30 વર્ષમાં પાકિસ્તાન આર્મી અને ISIએ સતત જમ્મુ કાશ્મીરમાં આતંક ફેલાવી રાખ્યો છે. આ એક એવો પડોશી છે જેને ક્યારેય સુધારી શકાશે નહીં. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાન ઈસ્લામિક કટ્ટરપંથી અને ધાર્મિક આતંકવાદનું મુખ્ય કેન્દ્ર બનેલું છે. તે આ આતંકવાદને ભારત વિરુદ્ધ હથિયાર તરીકે ઉપયોગમાં લે છે. સરહદ પર પાકિસ્તાની સેના સીઝફાયરનો ભંગ કરીને આતંકીઓને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે મદદ કરે છે. ત્રણ દાયકાઓમાં પાકિસ્તાને આતંકવાદને વધુ પ્રોત્સાહિત કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news